
હાંગઝૂ, નવી દિલ્હી, 24 ઓક્ટોબર (હિ. સ.). ભારતની સિમરન વત્સે શાનદાર પ્રદર્શન કર્યું અને ચાલી રહેલી ચોથી એશિયન પેરા ગેમ્સમાં મંગળવારે મહિલાઓની 100 મીટર ટી-12 સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો.
12.68 સેકન્ડના પ્રભાવશાળી સમય સાથે, સિમરને સિલ્વર મેડલ જીત્યો, જે 0.16 સેકન્ડના મામૂલી અંતર થી ગોલ્ડ મેડલથી પાછળ હતો. ઇન્ડોનેશિયા ની ને મેડ અરિએંટી પુત્રીએ એશિયન પેરા ગેમ્સના રેકોર્ડ ટાઇમિંગને તોડીને ગોલ્ડ મેડલ જીત્યો.
અગાઉનો રેકોર્ડ 12.56 સેકન્ડના સમય સાથે નવ વર્ષ સુધી ચીનના ગુઓહુઆ ઝોઉના નામે હતો. પુત્રીએ શ્રેષ્ઠ સમય હાંસલ કર્યો અને 12.52 સેકન્ડનો નવો રેકોર્ડ બનાવ્યો.
દિવસની શરૂઆતમાં, મનીષ કૌરવે કેનો મેન્સ કેએલ 3 ફાઇનલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતીને બીજા દિવસે ભારત માટે મેડલ ગણતરી ની શરૂઆત કરી હતી.
આ પછી ભારતની પ્રાચી યાદવે કેનો મહિલા કેએલ 2 ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પ્રાચીએ મહિલાઓની કેએલ 2 ઈવેન્ટમાં 54.962 સેકન્ડના સમય સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું. ચીનની શાનશાન વાંગે 55.674 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે ઈરાનની રોયા સોલતાનીએ 56.714 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ વખતે ભારતે એશિયન પેરા ગેમ્સની ચોથી આવૃત્તિમાં 303 એથ્લેટ (191 પુરૂષ અને 112 મહિલા)ની ટુકડી મોકલી છે, જે ખંડીય સ્પર્ધામાં સૌથી મોટી ટુકડી છે.
2018 એશિયન પેરા ગેમ્સમાં, ભારતે કુલ 190 એથ્લેટ્સ મોકલ્યા હતા અને 15 ગોલ્ડ સહિત 72 મેડલ જીત્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
