અમરેલી/અમદાવાદ,23 ઓકટોબર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનને જન આંદોલન બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં આગામી બે માસ સુધી પ્રતિ દિન સ્વચ્છતા કાર્યક્રમો યોજવાની પહેલ કરી હતી. રાજ્યના આ ચાર પખવાડીયાના મહા સ્વચ્છતા અભિયાનયોજવામાં આવ્યું હતું. જિલ્લામાં ધારી ખાતે શેત્રુંજી નદીના કિનારે આવેલા આંબરડી સફારી પાર્ક ખાતે ગીર પૂર્વ વનવિભાગ ધારી દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યુ હતુ. આંબરડી સફારી પાર્ક ખાતેથી વન વિભાગના અધિકારીઓએ ધારી આર.એફ.ઓ સાથે મળી અને 30 કોથળા પ્લાસ્ટિક એકત્ર કર્યુ હતું. આમ સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અભિયાન ઉત્સાહભેર બીજા રવિવારે યોજાયું હતુ. આ અભિયાનના ભાગરૂપે 23 થી 28 ઓક્ટોબર સુધી જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી, બિલ્ડીંગ, શાળા, કોલેજો અને આંગણવાડીની સફાઈ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
