નવી દિલ્હી, 23 ઑક્ટોબર (હિ.સ.) ભારત આજે સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતમ તકનીકથી સજ્જ છે. એમ કેન્દ્રીય વિજ્ઞાન અને તકનીકી રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. “ ભૂતકાળથી વિપરીત, આપણા સશસ્ત્ર દળો, ડ્રોન, હેલિબોર્ન ઓપરેશન્સ અને યુએવી સહિત અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને સાયબર સુરક્ષા જેવી નવી ટેક્નોલોજીને સ્વીકારવા માટે તૈયાર છે.” એમ તેમણે જણાવ્યું હતું.
ડૉ. જીતેન્દ્ર સિંહ નવી દિલ્હીમાં યુનાઈટેડ સર્વિસ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ડિયા (યુએસઆઈ) દ્વારા આયોજિત, ઈન્ડિયન મિલિટરી હેરિટેજ ફેસ્ટિવલમાં આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે,” ભારત નવી વિક્ષેપકારક તકનીકોને અપનાવવામાં વિકસિત દેશોની સમકક્ષ છે, જે સંરક્ષણ પરીદૃશ્યને બદલવાની ક્ષમતા ધરાવે છે. આ માત્ર દેશની રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કરતું નથી, પરંતુ તે પણ સાબિત કરે છે કે ભારત સંરક્ષણ તકનીકમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.”
“આપણી સેના માટે જૂના શસ્ત્રોનો ઉપયોગ કરવાનો સમય, પસાર થઈ ગયો છે. અમે ક્વોન્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરતા, વિશ્વના સાત વિકસિત દેશોમાં છીએ. આ વિઝન સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આ વર્ષે માર્ચમાં નેશનલ ક્વોન્ટમ મિશનની શરૂઆત કરી હતી.” એમ તેમણે આ સમયે જણાવ્યું હતું.
ડો. જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે,” આ વિક્ષેપકારક તકનીકો સતત વિકસિત થઈ રહી છે અને લશ્કરી કામગીરી પર તેમની અસર વધતી રહેશે. આધુનિક યુગમાં લશ્કરી તાકાત અને રાષ્ટ્રીય સુરક્ષા જાળવવા માટે આ ટેક્નોલોજીઓને અનુકૂલન અને ઉપયોગ થવો જોઈએ.”
હિન્દુસ્થાન સમાચાર/
