અમરેલી/અમદાવાદ,21 ઓકટોબર : અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમો ખાતે ખાલી જગ્યાઓને અનુરૂપ 18 થી 35 વર્ષની વય મર્યાદા, ધોરણ-12 પાસ,ડિપ્લોમાં તેમજ આઈ.ટી.આઈની તકનીકી લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુક માટે આઈ.ટી.આઈ અમરેલી ખાતે 25 ઓકટોબરના રોજ સવારે 10.30 વાગ્યે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતીમેળો યોજાશે. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે.
