
નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાનનું ભારત સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં રમવું શંકાસ્પદ છે. રશીદ એસએ-20 માં એમઆઈ કેપ ટાઉનનો કેપ્ટન હતો, અને પીઠની સર્જરીમાંથી સાજો થઇ રહ્યો હોવાને કારણે, તેને આગામી સાઉથ આફ્રિકન લીગ સીઝનમાંથી બહાર કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (એસીબી) ના નિવેદન અનુસાર, અનુભવી લેગસ્પિનરને 6 જાન્યુઆરીએ ભારતમાં ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે અફઘાનિસ્તાન ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ તે રમવાની શક્યતા નથી. રાશિદ અફઘાનિસ્તાનની તાજેતરની યુએઇ અને બિગ બેશ લીગ (બીબીએલ)માં ટી-20 શ્રેણીમાં પણ રમ્યો ન હતો.
ભારત સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી 11 જાન્યુઆરીએ મોહાલીમાં શરૂ થશે, ત્યારબાદ ટીમો 14 જાન્યુઆરી અને 17 જાન્યુઆરીએ છેલ્લી બે મેચો માટે અનુક્રમે ઈન્દોર અને બેંગ્લોર જશે.
આ વર્ષના અંતમાં વેસ્ટ ઈન્ડિઝ અને યુનાઈટેડ સ્ટેટ્સમાં ટી20 વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલા, ભારત અને અફઘાનિસ્તાન બંને માટે આ છેલ્લી ટી-20 શ્રેણી હશે.
દરમિયાન, એસએ-20 વિશે વાત કરીએ તો, કીરોન પોલાર્ડ ઈજાને કારણે રાશિદની ગેરહાજરીમાં એમઆઈ કેપટાઉનની કેપ્ટનશીપ કરશે અને એસએ-20માં તેની શરૂઆત કરશે. પોલાર્ડને એમઆઈ અમીરાત દ્વારા 2024માં આઈએલટી-20 માટે પણ જાળવી રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની તારીખો એસએ-20 સાથે અથડાતી હોવાને કારણે, નિકોલસ પૂરન પોલાર્ડનું સ્થાન એમઆઈ અમીરાતના કેપ્ટન તરીકે લેશે કે કેમ તે પ્રશ્ન છે. તે જોવાનું બાકી છે કે, શું પોલાર્ડ યુએઇ માં આઈએલટી -20 ના છેલ્લા તબક્કા માટે એમઆઈ અમીરાતમાં જોડાશે કે નહીં.
પોલાર્ડ, તાજેતરમાં અબુ ધાબી ટી-10 લીગમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ તરફથી રમી રહ્યો હતો, જ્યાં તેની ટીમ ડેક્કન ગ્લેડીયેટર્સ સામે ફાઇનલમાં હારી ગઈ હતી. પૂરન, જે ટ્રિનબેગો નાઈટ રાઈડર્સમાં પોલાર્ડની સીપીએલ ટીમના સાથી છે, તેણે ડિસેમ્બર 2023માં ફ્રી એજન્ટ બનવા માટે તેનો વેસ્ટ ઈન્ડિઝનો કેન્દ્રીય કરાર નકારી કાઢ્યો હતો. પૂરનને સપ્ટેમ્બર 2023માં ડરબન સુપરજાયન્ટ્સના વાઇલ્ડકાર્ડ પિક તરીકે રજૂ કરવામાં આવ્યો હતો અને આઈએલટી-20ની બીજી સિઝન માટે એમઆઈ અમીરાત સાથે જોડાતા પહેલા, તે એસએ-20માં ત્રણ મેચ રમે તેવી શક્યતા છે.
એમઆઈ કેપ ટાઉને શ્રીલંકાના ફાસ્ટ બોલર નુવાન તુશારાને સાઈન કરવાની પણ જાહેરાત કરી હતી, જે આગામી સિઝનમાં જોફ્રા આર્ચરનું સ્થાન લેશે.
એસએ-20, 10 જાન્યુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ચાલશે અને આઈએલટી-20, 19 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલશે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / ડો. હિતેશ
