નવી દિલ્હી, 07 ડિસેમ્બર (હિ.સ.) રવિવારે પ્રથમ ટી20 મેચથી દક્ષિણ આફ્રિકા સામેની આગામી મલ્ટી-ફોર્મેટ શ્રેણી માટે, ડરબન પહોંચતા ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમનું ચાહકોએ એરપોર્ટ પર તેમનું સ્વાગત ઉષ્મા સભર કર્યું હતું અને તેમની સાથે ફોટોગ્રાફ્સ લીધા હતા.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા, ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વીડિયોમાં, ખેલાડીઓને દક્ષિણ આફ્રિકાના એરપોર્ટ પર પહોંચવા પર હોટલ સ્ટાફ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરતા જોઈ શકાય છે. વીડિયોમાં મોહમ્મદ સિરાજ, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ, સૂર્યકુમાર યાદવ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર અને યશસ્વી જયસ્વાલ એરપોર્ટથી બહાર નીકળતા જોવા મળે છે.
ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ત્રણ મેચની ટી-20 શ્રેણી રમશે. જે રવિવાર 10 ડિસેમ્બરથી શરૂ થશે, અને 14 ડિસેમ્બર સુધી ચાલશે. આ પછી વનડે શ્રેણી 17 ડિસેમ્બરથી શરૂ થશે અને 21 ડિસેમ્બર સુધી ચાલશે. આ પછી બે મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં અને બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે, જેમાં સિનિયર ખેલાડીઓ વાપસી કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / પવન / માધવી
