ફોર્ટ લોડરડેલ, નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.) કોલંબિયાએ રવિવારે અહીં મૈત્રીપૂર્ણ મેચમાં, દક્ષિણ અમેરિકન હરીફ વેનેઝુએલાને 1-0 થી હરાવીને તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
વેનેઝુએલાના સેન્ટ્રલ ડિફેન્ડર એન્ડ્રેસ ફેરોએ હાફ ટાઈમ પહેલા, કેફેટેરોસને લીડની ભેટ આપી હતી. જ્યારે તેણે અજાણતાં બોલને પોતાની ગોલ પોસ્ટમાં ફેંકી દીધો હતો.
આ પછી, કોલંબિયાની ટીમે મેચમાં પોતાનો અંકુશ જાળવી રાખ્યો અને વેનેઝુએલાની ટીમને, કોઈ તક આપી નહીં, પરિણામે કોલંબિયાએ અંતિમ વ્હિસલ સુધી 1-0 ની સરસાઈ જાળવી રાખી અને મેચ જીતી લીધી.
આ પરિણામ સાથે કોલંબિયાનો ગત વર્ષે સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં 14 મેચોમાં અજેય રહેવાનો સિલસિલો વધી ગયો છે.
નેસ્ટર લોરેન્ઝોની ટીમ હવે, તેમનું ધ્યાન આગામી શનિવારે લોસ એન્જલસમાં મેક્સિકો સામેની બીજી મૈત્રીપૂર્ણ મેચ તરફ વાળશે.
મેચો ફીફાની સત્તાવાર આંતરરાષ્ટ્રીય વિંડોની બહાર છે, એટલે કે ક્લબો તેમના ખેલાડીઓને, મુક્ત કરવા માટે બંધાયેલા નથી.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
