વડોદરા, 8 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા શહેરના જાણીતા અને સમાજસેવા માટે હંમેશા આગળ રહેલા મયંકભાઈ પટેલને ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ પદે નિયુક્ત થવાની ખુશખબરી વડોદરાવાસીઓ માટે ગૌરવની લાગણી લાવે છે. માળખાગત વિકાસ સાથે ધાર્મિક તથા સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા મયંકભાઈ પટેલની આ સફળતા તેમની પ્રતિબદ્ધતા અને ભવિષ્યદ્રષ્ટિને માન્યતા આપે છે.
મયંકભાઈ પટેલ ક્રેડાઈ વડોદરાના અગ્રણી તરીકે વર્ષો થી કાર્યરત છે અને તેમના માર્ગદર્શન હેઠળ અનેક માળખાકીય યોજનાઓએ સફળતાપૂર્વક આકાર મેળવ્યો છે. નૈતિક મૂલ્યો સાથે વિકાસની દિશામાં આગળ વધતા એવા નેતા તરીકે તેમણે લોકોમાં વિશેષ સ્થાને મેળવ્યું છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તેમના Gujarat CREDAI ના ઉપપ્રમુખ તરીકે નિમણૂક પામવી એ માત્ર તેમના માટે નહિ પરંતુ સમગ્ર વડોદરાવાસીઓ માટે ગૌરવનો ક્ષણ છે.
અમે હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે મયંકભાઈ પટેલ તેમના નવા પદ પર પણ સમાજ અને રાજ્યના વિકાસ માટે પહેલાંથી વધુ ઉત્સાહ અને દૃઢસંકલ્પ સાથે કાર્ય કરતા રહે. આ નિમણૂક વડોદરાની એક નવી ઊંચાઈ તરીકે ગણાય છે અને વિકાસની નવી દિશાઓ ખુલે તેવો આશાવાદ જાગે છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya
