ભુજ – કચ્છ, 10 જુલાઈ (હિ.સ.) : મેદસ્વિતાથી આજે અનેક નાગરિકો પીડાઇ રહ્યા છે ત્યારે
આયુર્વેદિકની દ્રષ્ટિએ કઇ રીતે યોગ્ય આહાર અને શરીરની તાસીર મુજબ પગલા લેવાથી
મેદસ્વિતાથી ચોક્કસ મુક્તિ મેળવી શકાય છે. રાજ્ય સરકારે નાગરિકોને મેદસ્વિતાથી
મુક્તિ કરવા અભિયાન શરૂ કર્યું છે ત્યારે કચ્છમાં ૨૧ આયુર્વેદિક દવાખાના તથા ૧૩
હોમિયોપેથી દવાખાનામાં નાગરિકો ડૉક્ટરની મુલાકાત લઇને વ્યક્તિગત ડાયટ પ્લાન તથા
શરીરની તાસીર મુજબની કસરતની સમજ આપવા સજ્જ થઇ ગયા
છે. લાંબા અરસે આવી આરોગ્ય સમજની સરકારી પ્રેરણાત્મક પ્રવૃતિ સામે આવી છે.
બાળકોને મેદસ્વિતાથી બાકાત રાખવા આ પગલાં વાલીઓ ભરે
કચ્છના લોડાઈ ગામના સરકારી આયુર્વેદિક દવાખાનાના આયુર્વેદિક
ઓફિસરડૉ.જીગ્નેશ ઠક્કર જણાવે છે કે, વર્તમાન સમયમાં તો બાળકો પણ મેદસ્વિતાથી બાકાત
રહ્યા નથી. આજના સમયમાં મોટાભાગના બાળકો વજન વધવાની સમસ્યાથીપીડાઇ રહ્યા છે ત્યારે દરેક વાલીએ જમવાના સમયે
મોબાઇલ આપવાનું ટાળવું જોઇએ, કારણ કે, મોબાઇલના કારણે બાળકોનું ધ્યાન જમવાના બદલે મોબાઇલમાં
હોવાથી તેઓ ભૂખ કરતા વધું ભોજન લઇ લેતા હોય છે , ઉપરાંત તેઓને ઓનલાઇન ગેમીંગ કે ઘરમાં બેસીને
રમાતી રમતોના બદલે શેરી રમતો રમવા પ્રોત્સાહિત કરવા જોઇએ. બાળકોના ભોજનમાં વાલીએ
ફેટ અને કાર્બોહાઇડ્રેટની માત્રાના બદલે પ્રોટીનનું પ્રમાણ વધારવું જોઇએ. સાથે
સાથે બાળકોને હળવી કસરત કરવા પ્રેરવા જોઇએ.
દરેક વ્યક્તિએ દૈનિક આહારની દિનચર્યા ગોઠવવી પડે
આયુર્વેદિક મુજબ મેદસ્વિતાથી મુક્ત થવા માટે સૌ પ્રથમ
શરીરની તાસીર મુજબ દૈનિક આહાર તથા દિનચર્યા ગોઠવવી જરૂરી છે. જેમાં સૌ પ્રથમ યોગ્ય
આહારનું મહત્વ છે. વજન નિયત્રિંત રાખવા તથા વધેલા વજનને ઘટાડવા માટે પેટના ત્રણ
ભાગ સમજીને જમવાનું લેવું,
જેમાં પ્રથમ ભાગ
પ્રવાહી, બીજાભાગમાં સોલીડ
તથા ત્રીજો ભાગ ખાલી રહે તે રીતે જમવું જોઇએ. મતલબ કે, ભૂખ કરતા ઓછું
જમવું તેમજ જેટલું લિક્વીડ લેવું તેટલું જ સોલીડ જમવાનું થાળીમાં સામેલ કરવું
જોઇએ. ભોજનમાં પ્રોટીન તેમજ કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ સરખું હોવું જરૂરી છે.
દિવસે સૂવાથી વજન વધી શકે
મેદસ્વિતાનો ભોગ બનનારને હદયરોગ, ડાયાબિટીસ સહિતના
રોગ થવાની સંભાવના વધી જાય છે. ખાસ, કરીને દિવસે સુવાનું ટાળવું જોઇએ, દિવસે સુવાથી
મેટાબોલિઝમ ધીમું પડે છે તેથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે. લોકોએ જમતા પહેલા એક
ગ્લાસ પાણી પીવું જોઇએ. જેથી પેટ જલ્દી ભરાઇ જશે ભોજન ઓછું જશે. ૩ કિ.મી ઝડપથી
ચાલવું હિતાવહ છે. દોરડા કૂદવા સૌથી સારી કસરત છે. તેમાં સમગ્ર
શરીરની કસરત થઇ જાય છેએમ ડોક્ટર ઠક્કરનું કહેવું છે.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN K VORA
