

પોરબંદર, 26 નવેમ્બર (હિ.સ.)પોરબંદર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) તરફથી ગ્રામ્ય વિસ્તારોના માર્ગોને સુધારવા અને પરિવહન વ્યવસ્થા વધુ સુગમ બનાવવાના હેતુથી રોડ સમારકામ કામગીરીને વધુ ઝડપ આપવામાં આવી રહી છે.
તેના ભાગરૂપે દેગામ–રીણાવાડા રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું છે. રોડ પર ખાડાઓની મરામત સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી છે.
આ રોડની સમારકામની કામગીરી થતાં વાહનચાલકોને વધુ આરામદાયક અને સુરક્ષિત પરિવહન સુવિધા પ્રાપ્ત થશે. વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના તમામ મુખ્ય રસ્તાઓને તબક્કાવાર રીતે સુધારવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya
