સુરત, 27 નવેમ્બર (હિ.સ.)-કતારગામ વિસ્તારમાં રહેતા રત્નકલાકાર યુવક સાથે લગન્ના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લૂંટેરી દુલ્હન સહિત ત્રણ ઈસમોએ રત્નકલાકાર સાથે ઘરમં ફૂલહારથી લગ્ન કર્યા બાદ સાત દિવસમાં દિવસે પ્રોપર્ટીના કામના બહાને ઘરેથી દાગીના મળી કુલ રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર થઈ ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ, હીરઓમ સોસાયટી, શિવ પૂજા રેસીડેન્સીમાં રહેતા 30 વર્ષીય રત્ન કલાકાર ધ્રુતેશ વિપુલભાઈ ચૌહાણ લગન્ના બહાને છેતરપિંડી કરી લૂંટેરી દુલ્હન ટોળકીનો શિકાર બન્યો છે. રેખાદેવી વિરેન્દ્રકુમાર યાદવ (રહે, મહારાષ્ટ્ર, બોઈસર, મૂળ ચાંજપુરા ગામ, તા.મહંમદપુર, જી, અમ્બેડકર નગર, ઉત્તરપ્રદેશ)એ તેના સાગરીત સોનુ ગુપ્તા અને અશ્વિન પાટીલ સાથે મળી પહેલા 15 જૂલાઈના રોજ ધ્રતેશ ચૌહાણના મોબાઈલના વોટ્સઅપ ઉપર રેખાદેવીનો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, સ્કુલ લીવીંગ સર્ટીના ફોટા મોકલ્યા હતા. ધ્રતેશને વિશ્વાસમાં લીધા બાદ લગ્ન નક્કી કરી રૂપિયો અને નારીયેળ આપવાની વિધી માટે રેખાદેવીના બોઈસર ખાતે બોલાવ્યો હતો. ત્યાં આ વિધી કર્યા બાદ રેખાદેવી તેમના ઘરે આવી ફૂલહારથી લગન કર્યા હતા. લૂંટેરી દુલ્હન રેખાદેવી સાત દિવસ ઘરે રોકાયા બાદ ટોળકીએ અગાઉથી કરેલા પ્લાનીંગ પ્રમાણે પ્રોપર્ટીના કામના બહાને ઘરેથી ચાંદીના પગમાં પહેરવાની ઝાંઝર તેમજ ઓનલાઈન રોકડાથી 1,30,000 પડાવી ગયા બાદ પરત નહી આવતા ધ્રતેશ ચૌહાણને તેમની સાથે લગન કરવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ગતરોજ ફરિયાદ નોધાવતા ચોકબજાર પોલીસે રેખાદેવી સહિત ત્રણેય સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
—————
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે
