નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.) સુપ્રીમ કોર્ટે આજે (શુક્રવારે) દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની વચગાળાની જામીન, 4 ડિસેમ્બર સુધી લંબાવી છે. જસ્ટિસ એએસ બોપન્નાની આગેવાની હેઠળની બેન્ચે 4 ડિસેમ્બરે જૈનની નિયમિત જામીન અરજીની સુનાવણી કરવાનો આદેશ આપ્યો હતો.
ઇડીએ 19 ઓક્ટોબરે કહ્યું હતું કે,” જૈનની સારવાર કસ્ટડીમાં પણ થઈ શકે છે. તેથી જામીન રદ કરવામાં આવે.” 1 સપ્ટેમ્બરના રોજ કેસની સુનાવણી કરી રહેલી બેંચના સભ્ય જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાએ, સુનાવણીમાંથી પોતાને અલગ કરી લીધા હતા. જસ્ટિસ પ્રશાંત મિશ્રાના પુત્ર, ઇડીના વકીલ તરીકે હાજર થયા છે.
આ પહેલા, 25 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન, સત્યેન્દ્ર જૈન તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે,” જૈનને કરોડરજ્જુની સર્જરી કરવામાં આવી છે અને તેમને આરામની જરૂર છે.” સિંઘવીએ જૈનના વચગાળાના જામીન લંબાવવાની માંગ કરી હતી. 24 જુલાઈના રોજ કોર્ટે જૈનને આપવામાં આવેલ વચગાળાના જામીન એક મહિના માટે લંબાવવામાં આવી હતા.
26 મેના રોજ સુપ્રીમ કોર્ટે સત્યેન્દ્ર જૈનને, છ સપ્તાહના વચગાળાના જામીન આપ્યા હતા. કોર્ટે જૈનને તેમની પસંદગીની, ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની મંજૂરી આપી હતી. ઇડીએ 30 મે 2022ના રોજ, સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / સંજય / મુકુંદ / સંજીવ / માધવી
