
નવી દિલ્હી, 08 જાન્યુઆરી (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12:30 વાગ્યે વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ ભાગ લેશે.
ભારતીય જનતા પાર્ટીએ પોતાના એક્સ હેન્ડલ પર વડાપ્રધાન મોદીના આ કાર્યક્રમની સચિત્ર માહિતી શેર કરી છે. ભાજપે લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 08 જાન્યુઆરી, 2024ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.
ભાજપે તેના એક્સ હેન્ડલ પર એ પણ શેર કર્યું છે કે, પાર્ટી અધ્યક્ષ નડ્ડા પણ નવી દિલ્હીમાં પ્રતાપ કેમ્પ (નેહરુ નગર) ખાતેના કાર્યક્રમમાં જોડાશે. બીજેપીએ લખ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા નવી દિલ્હીથી સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
