
નવી દિલ્હી, 24 નવેમ્બર (હિ.સ.) કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, 26 નવેમ્બરે વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ, ગુવાહાટી ખાતે રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર પ્રદાન કરશે. આસામના મુખ્યમંત્રી ડો. હિમંતા બિસ્વા સરમા અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડો. સંજીવ કુમાર બાલીયાન પણ એવોર્ડ સમારોહમાં હાજર રહેશે. પશુપાલન અને ડેરી વિભાગ રાષ્ટ્રીય દૂધ દિવસની ઉજવણી 2023ના ભાગરૂપે, રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર 2023નું આયોજન કરી રહ્યું છે.
ભારતની સ્વદેશી ગો-જાતિઓ મજબૂત છે અને રાષ્ટ્રીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની આનુવંશિક ક્ષમતા ધરાવે છે. સ્વદેશી જાતિઓના વિકાસ અને સંરક્ષણ પર કોઈ ચોક્કસ કાર્યક્રમની ગેરહાજરીમાં, તેમની વસ્તી ઘટી રહી છે અને તેમનું પ્રદર્શન વર્તમાન સંભવિત કરતાં ઓછું છે. આમ મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગે, ડિસેમ્બર 2014માં રાષ્ટ્રીય ગો-જાતીય પ્રજનન અને ડેરી વિકાસ ના પ્રોગ્રામ હેઠળ સ્વદેશી ગો-જાતીય ઓલાદોના સંરક્ષણ અને વિકાસના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય ગોકુલ મિશન શરૂ કર્યું હતું.
આ અંતર્ગત આ એવોર્ડ ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેઓ દેશી પશુઓ, ભેંસની જાતિ, શ્રેષ્ઠ ડેરી સહકારી, દૂધ ઉત્પાદક કંપની, ડેરી ફાર્મર ઉત્પાદક સંસ્થા અને શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (એઆઈટી)ના ઉછેર માટે શ્રેષ્ઠ ડેરી ફાર્મર ક્ષેત્રે કાર્યરત છે. પ્રથમ કેટેગરીને રૂ. 5 લાખ, બીજી કેટેગરીને રૂ. 3 લાખ અને ત્રીજી કેટેગરીને રૂ. 2 લાખની સાથે મેરિટનું પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન આપવામાં આવશે. શ્રેષ્ઠ કૃત્રિમ ગર્ભાધાન ટેકનિશિયન (એઆઈટી) કેટેગરીના કિસ્સામાં રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ-2023 માં માત્ર યોગ્યતાનું પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિહ્ન હશે.
યોગ્ય પ્રક્રિયાને અનુસર્યા પછી, પશુપાલન વિભાગે દરેક શ્રેણીમાં વિજેતાઓની જાહેરાત પણ કરી છે. આ અંતર્ગત દેશી ગાય અને ભેંસની ઓલાદ ઉછેરનાર શ્રેષ્ઠ ડેરી ફાર્મરનું પ્રથમ ઇનામ કરનાલના રામસિંહ, દ્વિતીય ઇનામ, સુરતના નિલેશ મગનભાઇ આહીરને અને તૃતીય ઇનામ વલસાડના બ્રિન્દા સિદ્ધાર્થ શાહ અને મહારાષ્ટ્રના નાસિકના રાહુલ મનોહર ખૈરનારને આપવામાં આપવામાં આવશે.
શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી, દૂધ ઉત્પાદક કંપની, ડેરી ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશનની શ્રેણીમાં પ્રથમ ઈનામ કેરળના વાયનાડ ના પુલપલ્લી ક્ષીરોલપાદકા સહકાર સંગમ ડી લિમિટેડને, બીજું ઈનામ કર્ણાટક ના માંડ્યા ના ટીએમ હોસુર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ ને અને અને ત્રીજું ઇનામ તામિલનાડુ ના ડીંડીગુલ કેએમએસ 158 નાથામકોવિલપટ્ટી દૂધ ઉત્પાદક સહકારી મંડળીને આપવામાં આવશે.
શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન (એઆઈટી) ની શ્રેણીમાં પ્રથમ ઇનામ બિહારના અરરિયાના સુમન કુમાર સાહને, બીજું ઇનામ ઓડિશા ના અનુગુલના અનિલ કુમાર પ્રધાનને, અને ત્રીજું ઇનામ આંધ્રપ્રદેશના શ્રીકાકુલમના મુદ્દપુ પ્રસાદરાવ ને આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / બિરંચિ સિંહ / દધીબલ / માધવી
