ચેન્નાઈ, નવી દિલ્હી, 13 જાન્યુઆરી (હિ.સ.) તમિલનાડુના કાંચીપુરમ સ્થિત કાંચી કામકોટી મઠના શંકરાચાર્યએ જાહેરાત કરી છે કે, રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના અવસર પર કાશીની યજ્ઞશાળામાં 40 દિવસની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવશે. આ પૂજા 22 જાન્યુઆરીએ કાર્યક્રમ સાથે શરૂ થશે અને આગામી 40 દિવસ સુધી ચાલશે.
તમિલનાડુના કાંચીપુરમમાં કાંચી કામકોટી મઠના શંકરાચાર્ય વિજયેન્દ્ર સારસ્વત સ્વામીગલે કહ્યું કે, ’22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આ પ્રસંગે, કાશીમાં અમારી યજ્ઞશાળામાં 40 દિવસની વિશેષ પૂજા કરવામાં આવશે, જેની શરૂઆત રામ મંદિર કાર્યક્રમથી થશે. પૂજા વૈદિક વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ થશે. આ દરમિયાન 100 થી વધુ પૂજારીઓ પૂજા અને હવન કરશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી સમગ્ર દેશમાં તીર્થસ્થળોના વિકાસને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના નેતૃત્વમાં કેદારનાથ અને કાશી વિશ્વનાથ મંદિરોનો વિસ્તાર થયો છે.
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ દેશભરમાં મોટા પાયે કરવામાં આવી રહી છે. દરમિયાન, વિપક્ષે દાવો કર્યો હતો કે, ચારેય પીઠ ના શંકરાચાર્યો કાર્યક્રમનો બહિષ્કાર કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર/ ડૉ. આર. બી. ચૌધરી/સંજીવ / ડો. હિતેશ
