
ભોપાલ, નવી દિલ્હી, 9 નવેમ્બર (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે (ગુરુવારે) મધ્યપ્રદેશના ચૂંટણી પ્રવાસે છે. તેઓ પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં અહીં સતના, છતરપુર અને નીમચ જિલ્લામાં જાહેર સભાઓને સંબોધશે.
બીજેપી ના રાજ્ય મીડિયા પ્રભારી આશિષ અગ્રવાલે જણાવ્યું કે, નિર્ધારિત કાર્યક્રમ મુજબ વડાપ્રધાન મોદી સવારે 11 વાગ્યે સતના જિલ્લામાં જાહેર સભાને સંબોધશે. આ પછી, તેઓ બપોરે 1 વાગ્યે છતરપુર અને 4.30 વાગ્યે નીમચમાં પાર્ટી ઉમેદવારોના સમર્થનમાં ચૂંટણી સભાઓને સંબોધિત કરશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકેશ//મયંક/સંજીવ / ડો. હિતેશ
