નવી દિલ્હી, 02 જાન્યુઆરી (હિ.સ.) દેશમાં કોરોનાના નવા કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 573 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન આ કારણે બે લોકોના મોત થયા છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન 400 દર્દીઓ સાજા પણ થયા છે.
મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના સક્રિય કેસ વધીને 4565 થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કર્ણાટકમાંથી સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. અહીં એક દિવસમાં 245 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સ્થિતિ હવે સુધરી છે. હરિયાણા અને કર્ણાટકમાં કોરોનાથી એક-એક મોત નોંધાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / સુનીત / ડો. હિતેશ /માધવી
