ન્યુયોર્ક (અમેરિકા), 08 સપ્ટેમ્બર (હિ.સ.): સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કારેઝે ઇટલીના જાનિક સિન્નરને હરાવીને અમેરિકન ઓપન પુરુષ સિંગલ્સનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. કાર્લોસે જાનિકને પાછળ છોડીને વિશ્વ ક્રમાંક 1ની રેન્કિંગ મેળવી. રવિવારે આર્થર એશ સ્ટેડિયમ ખાતે બિલી જીન કિંગ નેશનલ ટેનિસ સેન્ટર ખાતે યોજાયેલા યુએસ ઓપન પુરુષ વર્ગના ફાઈનલમાં કાર્લોસે જાનિકને 6-2, 3-6, 6-1, 6-4થી પરાજિત કર્યો.
ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, દ્વિતીય વરીયતા પ્રાપ્ત ખેલાડી સ્પેનના કાર્લોસ અલ્કારેઝે તેજસ્વી અને વ્યૂહાત્મક રીતે રોમાંચક મુકાબલામાં પ્રથમ વરીયતા પ્રાપ્ત ખેલાડી ઇટલીના જાનિક સિન્નરને હરાવ્યો. સ્કાય સ્પોર્ટ્સના અહેવાલ મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીમાં 24,000 દર્શકોની ક્ષમતા ધરાવતા આર્થર એશ સ્ટેડિયમમાં માત્ર બે તૃતીયાંશ જ દર્શકો બેઠા હતા. હજારો પ્રશંસકો બહાર મેદાનમાં કતારમાં ઊભા હતા, કારણ કે સુરક્ષા ચકાસણીને કારણે ફાઈનલ મુકાબલો અડધો કલાક મોડો શરૂ થયો હતો.
રાષ્ટ્રગાન દરમિયાન જ્યારે ટ્રમ્પને સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યા ત્યારે લોકોને મિશ્ર પ્રતિક્રિયા મળી. પ્રથમ સેટના અંતે જ્યારે તેમને ફરીથી હાઈલાઇટ કરવામાં આવ્યા ત્યારે જોરદાર હૂટીંગ થઈ. અંતે અલ્કારેઝે શાનદાર સર્વિસ સાથે 6-2, 3-6, 6-1, 6-4થી જીત મેળવીને પોતાનો છઠ્ઠો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ પાકો કર્યો.
આ અવસરે અલ્કારેઝે જણાવ્યું, ”હું તમને મારા પરિવાર કરતા પણ વધારે જોઈ રહ્યો છું. મને મારા આસપાસના લોકો પર બહુ ગર્વ છે. મારી દરેક સિદ્ધિ તમારી કારણે છે. તમારી બદૌલત છે. આ સિદ્ધિ તમારી છે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
—————
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ
