નવી દિલ્હી, 6 ડિસેમ્બર (હિ. સ.) બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનની પુત્રી સુહાના ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. તે નેટફ્લીક્સની ‘ધ આર્ચીઝ ‘ સાથે મનોરંજનની દુનિયામાં પગ મૂકશે. ફિલ્મના કલાકારોએ તેમના સમગ્ર પરિવાર સાથે ફિલ્મ ‘ધ આર્ચીઝ’ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. શાહરૂખ ખાન પણ તેના આખા પરિવાર સાથે હાજર રહ્યો હતો. શાહરૂખ ખાન સાથે સુહાના, ગૌરી, આર્યન અને અબરામ પણ હાજર હતા. આ સમયગાળાના ઘણા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સેરેમનીમાં અબરામ ખાને બધાનું ધ્યાન ખેંચ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર માત્ર અબરામ ખાનની જ ચર્ચા થઈ રહી છે.
ઝોયા અખ્તરની ‘ધ આર્ચીઝ’, 7 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. મંગળવારે રાત્રે ફિલ્મના કલાકારો માટે, એક ખાસ પ્રીમિયરનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટરિના કૈફ, જૂહી ચાવલા અને અમિતાભ બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ તેમાં હાજરી આપી હતી, પરંતુ શાહરૂખ ખાન અને તેના પરિવારે આ કાર્યક્રમમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આખો ખાન પરિવાર તેમની પુત્રીની ડેબ્યુ ફિલ્મ માટે ઉત્સાહિત હતો. જો કે આ સેરેમનીમાં સુહાના કરતા શાહરૂખના પુત્ર અબરામની વધુ ચર્ચા થઈ હતી. જ્યારે સુહાનાએ પ્રીમિયર માટે ચમકદાર લાલ ડ્રેસ પહેર્યો હતો. ત્યારે શાહરૂખ ખાન ‘ધ આર્ચીઝ’ની પ્રમોશનલ ટી-શર્ટ પહેરીને જોવા મળ્યો હતો. અબરામે પણ પોતાના લુક્સથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
પાપારાઝીએ આ વીડિયો, પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં, શાહરૂખ ખાનના પરિવારની ઝલક જોઈ શકાય છે. ઘણા લોકો આ અંગે કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘અબરામે બધાનું ધ્યાન ખેંચ્યું છે.’ બીજાએ લખ્યું, ‘શાહરુખ ખાન મહિલાઓ સાથે જે સન્માન સાથે વર્તે છે તે ખરેખર અવિશ્વસનીય છે.’ અન્ય એક નેટિઝને લખ્યું, ‘જ્યારે તમારા પિતા તમારો હાથ પકડીને તમને સફળતાનો માર્ગ બતાવશે, ત્યારે તમે ચોક્કસપણે આગળ વધશો.’
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
