નવી દિલ્હી, 14 ડિસેમ્બર (હિ. સ.) ‘કોફી વિથ કરણ’ બોલિવૂડ ડિરેક્ટર કરણ જોહરનો લોકપ્રિય શો છે. શોના તાજેતરમાં રિલીઝ થયેલા એપિસોડમાં, આદિત્ય રોય કપૂર અને અર્જુન કપૂર હાજર રહ્યા હતા. આદિત્ય અને અર્જુને, કરણ જોહરના મુશ્કેલ પ્રશ્નોના ખૂબ જ આકર્ષક રીતે જવાબ આપ્યા. આદિત્યએ ‘કોફી વિથ કરણ’માં અનન્યા પાંડે અને આશિકી-3 વિશે પણ ટિપ્પણી કરી હતી.
બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આદિત્યએ, વર્ષ 2009માં ફિલ્મ લંડન ડ્રીમ્સથી ડેબ્યૂ કર્યું હતું. 2013માં રિલીઝ થયેલી આશિકી-2એ તેને ખરી લોકપ્રિયતા અપાવી હતી. તે 1990માં આવેલી બોક્સ ઓફિસ પર આવેલી આશિકીની સિક્વલ હતી. આશિકીની જેમ આશિકી-2 પણ, સુપરહિટ રહી હતી. આ ફિલ્મમાં આદિત્ય સાથે બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે, મુખ્ય ભૂમિકા ભજવી હતી. આશિકી-2 બાદ હવે આશિકી-3ની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. આશિકી-3માં આદિત્ય કપૂર નહીં પરંતુ કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે. આદિત્યએ હવે આશિકી-3માં કાર્તિક આર્યનના મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે.
‘કોફી વિથ કરણ’માં કરણે આદિત્યને પૂછ્યું હતું કે, તમારી ફિલ્મની સિક્વલમાં કોઈ અન્ય કામ કરે ત્યારે તમને કેવું લાગે છે? આના જવાબમાં આદિત્યએ કહ્યું, “આશિકી 2 માં મેં જે પાત્ર ભજવ્યું હતું તે મૃત્યુ પામ્યું હતું. તેથી તે પાત્ર પાછું આવે તેવી કોઈ શક્યતા ન હતી.” આદિત્યના જવાબ પર અર્જુન કહે છે કે, તે પછી તે નાઈટ મેનેજર બની ગયો.”
આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડે, છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે, કારણ કે તે તેને ડેટ કરી રહી છે. તેઓ ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા છે, પરંતુ બંનેએ તેમના સંબંધો વિશે સીધી વાત કરવાનું ટાળતા રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીત / માધવી
