ટેનિસ જગતના દિગ્ગજ અને 14 વખત ફ્રેન્ચ ઓપન વિજેતા રાફેલ નડાલને રોલેન્ડ ગેરોસના કોર્ટ ફિલિપ ચેટિયર પર એક ભવ્ય સમારોહમાં વિદાય આપવામાં આવી. 38 વર્ષના નડાલે ગયા વર્ષ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી અને આ પ્રસંગે તેમની 20 વર્ષની ટેનિસ યાત્રાને યાદ કરતાં તેઓ ખૂબ જ ભાવુક બની ગયા. આખું સ્ટેડિયમ તેમના માટે ઊભું રહ્યું અને વિશ્વભરના દિગ્ગજોએ તેમના ઉત્કૃષ્ટ કારકિર્દી માટે સન્માન આપ્યો.
BulletsIn
-
રાફેલ નડાલને પેરિસના રોલેન્ડ ગેરોસ ખાતે ભાવનાત્મક વિદાય સમારોહમાં સન્માન અપાયો.
-
14 વખતના ફ્રેન્ચ ઓપન વિજેતાની યાદમાં દરશકો ઉભા રહીને તાળીઓથી સન્માન આપ્યું.
-
નડાલ 20 વર્ષથી રોલેન્ડ ગેરોસના કોર્ટ પર રમ્યા હતા – દુખ, જીત અને લાગણીઓ બધું ત્યાં જોડાયું.
-
સમારંભ દરમિયાન તેમની કારકિર્દીના હાઇલાઇટ્સનો વિડિઓ જોઈને નડાલ ભાવુક થઈ ગયા.
-
દર્શકોએ ’14RG Rafa’ લખેલા ટી-શર્ટ પહેરી અનોખું દૃશ્ય સર્જ્યું.
-
નડાલના પરિવારજનો સહિત પત્ની, પુત્ર અને ભૂતપૂર્વ કોચ ટોની નડાલ પણ હાજર રહ્યા.
-
વર્તમાન ચેમ્પિયન ઇગા સ્વિએતેક અને કાર્લોસ અલ્કારાઝ સહિત અનેક દિગ્ગજોએ હાજરી આપી.
-
નડાલના દિગ્ગજ હરીફો ફેડરર, જોકોવિચ અને એન્ડી મુરે પણ સ્ટેજ પર હાજર રહ્યા.
-
નડાલે ફેડરર અને જોકોવિચને ગળે લગાવીને પોતાનું ભાવનાત્મક મંતવ્ય વ્યક્ત કર્યું.
-
આ વિદાય માત્ર નડાલ માટે નહિ, પણ આખી ટેનિસની એક સુવર્ણ યુગને અલવિદા કહેવા જેવી હતી.
