દેહરાદૂન, નવી દિલ્હી, 28 માર્ચ ઉત્તરાખંડના અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) એપી અંશુમને કહ્યું છે કે, નાનકમત્તા ગુરુદ્વારા સાહિબ કાર સેવાના પ્રમુખ બાબા તરસેમ સિંહના હત્યારાઓને પકડવા માટે એસટીએફ સહિત અનેક પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટર પણ હત્યાની તપાસ માટે એસઆઈટી ટીમ બનાવશે.
ઉલ્લેખનીય છે કે, આજે સવારે બે નકાબધારી હુમલાખોરોએ કારસેવા પ્રમુખની ગોળી મારી હત્યા કરી નાખી હતી. ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરમાં સ્થિત ગુરુદ્વારા નાનકમત્તા સાહિબ, ભારત અને વિદેશના લાખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ ગુરુદ્વારા શીખ ધર્મના પ્રથમ ગુરુ, ગુરુ નાનક દેવજીનું નિવાસસ્થાન છે. દર વર્ષે દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મુંબઈ, હરિયાણા, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા આવે છે.
