નવી દિલ્હી, 20 માર્ચ ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના ટોચના નેતાઓ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આજે રાત્રે 8 વાગ્યે ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત શિખર સંમેલન માં ભાગ લેશે. આ માહિતી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા તેના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવી છે.
ન્યૂઝ 18 એ જણાવ્યું છે કે, તેની સૌથી લોકપ્રિય લીડરશીપ કોન્ક્લેવ રાઇઝિંગ ઇન્ડિયા કોન્ફરન્સ 2024 ની ચોથી આવૃત્તિ ચાલી રહી છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય વક્તવ્ય આપશે. આ કોન્ફરન્સમાં રાજકારણ, કલા, ઉદ્યોગ, મનોરંજન અને રમતગમતની અનેક અગ્રણી હસ્તીઓ પણ ભાગ લેશે.
બે દિવસીય રાઈઝિંગ ઈન્ડિયા સમિટના પહેલા દિવસે મંગળવારે કેન્દ્રીય મંત્રીઓ, નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્ણવ હાજર રહ્યા હતા. અયોધ્યાધામમાં ભવ્ય રામ મંદિરના આર્કિટેક્ટ, આશિષ સોમપુરા અને ઈતિહાસકાર અને રામલલા મૂર્તિના જ્વેલરી ડિઝાઈનર, યતિન્દર મિશ્રાએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
