નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી : ‘મે આઈ કમ ઈન મેડમ’ અને ‘ભાભી જી ઘર પર હૈં’માં તેની ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી નેહા પેંડસે ટૂંક સમયમાં જ ઓટીટી સ્પેસમાં પ્રવેશવા માટે તૈયાર છે. નેહાએ પોતાની શાનદાર એક્ટિંગથી બોલિવૂડ અને ટેલિવિઝનમાં પણ પોતાની ઓળખ બનાવી છે. હવે તેના ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે,’ તે ઓટીટી સ્પેસમાં અભિનેત્રી તરીકે, દર્શકોને શું નવું ઓફર કરશે.’
જો કે પ્રોજેક્ટની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે,’ તે એક સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મમાં જોવા મળશે. જે નેહાની વધતી કારકિર્દીમાં એક મોટી છલાંગ હશે. ‘મે આઈ કમ ઈન મેડમ’ અને ‘ભાભી જી ઘર પર હૈ’ માટે મળેલી જબરદસ્ત સફળતા અને પ્રતિસાદ સાથે, નેહા પેંડસેને ટેલિવિઝનમાંથી ઓટીટી સ્પેસમાં સંક્રમણ જોવા માટે તેના ચાહકો અને અનુયાયીઓ વચ્ચે અપેક્ષાઓ વધી ગઈ છે.’
