સુપ્રીમ કોર્ટે ત્રણ નવા ફોજદારી કાયદાને પડકારતી અરજી ફગાવી દીધી છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે,” આ કાયદાઓ હજુ સુધી લાગુ કરવામાં આવ્યા નથી, તેથી અરજીનો કોઈ અર્થ નથી.”
કોર્ટે કહ્યું કે,” આ અરજી કાયદો અમલમાં આવે તે પહેલા જ દાખલ કરવામાં આવી છે. આ કાયદા 1 જુલાઈથી અમલમાં આવશે.” આ પિટિશન ચેન્નઈના રહેવાસી ટી શિવગ્નસંબંધન દ્વારા દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અરજદારને પૂછ્યું કે,” આ કાયદાઓને પડકારવા માટે તમારી પાસે કયા અધિકારક્ષેત્ર છે, તમને આનાથી કેવી અસર થઈ રહી છે.”
વાસ્તવમાં, ભારતીય દંડ સંહિતા, ભારતીય પુરાવા અધિનિયમ અને ફોજદારી કાર્યવાહી સંહિતાની જગ્યાએ ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
