નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી: બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને અભિનેતા જેકી ભગનાનીના શાહી લગ્ન, 21 ફેબ્રુઆરીની રાત્રે ગોવામાં થયા હતા. જેકી-રકુલના લગ્નમાં બોલિવૂડના ઘણા કલાકારો અને તેમના પરિવાર સાથે તેમના નજીકના મિત્રોએ હાજરી આપી હતી. લગ્ન સમારોહ પછી બંને પહેલીવાર મીડિયાની સામે આવ્યા હતા.
પાપારાઝીએ શેર કરેલા વીડિયોમાં, જેકી સફેદ શેરવાનીમાં જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, લગ્ન સમારોહમાં રકુલપ્રીત સુંદર બેબી પિંક લહેંગામાં આકર્ષક લાગી રહી હતી. આ તેનો વીડિયો છે જ્યારે તે લગ્ન બાદ પહેલીવાર મીડિયા સામે આવી હતી.
રકુલ-જેકીના લગ્નનું આયોજન દક્ષિણ ગોવાની એક આલીશાન હોટલમાં કરવામાં આવ્યું હતું. વરુણ ધવન, રાજ કુન્દ્રા, ભૂમિ પેડનેકર, શિલ્પા શેટ્ટી, આયુષ્માન ખુરાના, અર્જુન કપૂર, ડેવિડ ધવન, આદિત્ય રોય કપૂર, અનન્યા પાંડે જેવી બોલિવૂડ સેલિબ્રિટીઓએ, તેના લગ્નમાં હાજરી આપી હતી. આ કપલ હવે નેટીઝન્સ અને કલા જગત તરફથી પ્રશંસા મેળવી રહ્યું છે.
દરમિયાન, ગોવામાં લગ્ન કર્યા પછી, રકુલ અને જેકી ટૂંક સમયમાં મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરશે. બંનેના કામની વાત કરીએ તો રકુલ પ્રીત ટૂંક સમયમાં જ, ફિલ્મ ‘ઇન્ડિયન 2’માં જોવા મળશે. તેમજ જેકી ‘બડે મિયાં છોટે મિયાં’ ફિલ્મથી દર્શકોનું મનોરંજન કરશે. આમાં દર્શકોને અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, સોનાક્ષી સિંહા, પૃથ્વીરાજ સુકુમારન જેવી મજબૂત સ્ટાર કાસ્ટ જોવા મળશે.
