નવી દિલ્હી, 19 ફેબ્રુઆરી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આજે (સોમવારે) સવારે 10:30 વાગ્યે ઉત્તર પ્રદેશના સંભલમાં શ્રીકલ્કી ધામનો શિલાન્યાસ કરશે. આ ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણને, આ મહિનાના પહેલા દિવસે શિલાન્યાસ કરવા માટે વડાપ્રધાન મોદીને નવી દિલ્હીમાં મળવા આમંત્રણ આપ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ નેતા અને પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણનની વિનંતીને સ્વીકારીને, વડા પ્રધાન મોદીએ તેમના એક્સ હેન્ડલ પર આ માહિતી શેર કરતી વખતે કહ્યું હતું કે, શ્રી કલ્કી ધામનો શિલાન્યાસ સમારોહ 19 ફેબ્રુઆરીએ યોજવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ શુભ પ્રસંગનો ભાગ બનવું મારા માટે સૌભાગ્યની વાત છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ઉત્તર પ્રદેશ (રવિવાર) મુલાકાતની પૂર્વસંધ્યાએ તેમના એક્સ હેન્ડલ પર એક ભાવનાત્મક સંદેશ બહાર પાડ્યો. તેમણે કહ્યું કે, “ઉત્તર પ્રદેશના સંભલમાં આવેલ શ્રી કલ્કી ધામ દેશભરના ભક્તોની આસ્થાનું પ્રતિક છે. આવતીકાલે સવારે 10:30 વાગ્યે, અહીં એક દિવ્ય અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કરવાનો લહાવો મળશે. આ પછી, લગભગ 1:45 વાગ્યે, હું યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટના ચોથા ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારોહમાં રાજ્યના વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ કરીશ.
