જીનીવા,નવી દિલ્હી, 13 ફેબ્રુઆરી : ઓલિમ્પિક બાસ્કેટબોલ ટુર્નામેન્ટ પેરિસ 2024 માટેની 12 ટીમો બેલ્જિયમ, બ્રાઝિલ, ચીન અને હંગેરીમાં ચાર ફીબા મહિલા ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટની, સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પુષ્ટિ કરવામાં આવી છે. બાસ્કેટબોલની વિશ્વ સંચાલક સંસ્થા ફીબાએ, સોમવારે રાત્રે ઉપરોક્ત માહિતી આપી હતી.
12 ટીમોમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન યુનાઇટેડ સ્ટેટ્સ, ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચીન, કેનેડા, જર્મની, જાપાન, સર્બિયા, સ્પેન, નાઇજીરિયા, પ્યુર્ટો રિકો અને યજમાન રાષ્ટ્ર ફ્રાન્સનો સમાવેશ થાય છે. જર્મની એકમાત્ર ટીમ છે જે પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે.
કેનેડા, જર્મની, જાપાન, સર્બિયા અને સ્પેને રવિવારે ઓલિમ્પિક ગેમ્સ માટે પોતપોતાની જગ્યાઓ સુરક્ષિત કરી હતી, જ્યારે ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, ચીન, નાઈજીરિયા અને પ્યુર્ટો રિકોએ શુક્રવાર અને શનિવારે ક્વોલિફાય કર્યું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ અને ફ્રાન્સ આપોઆપ ક્વોલિફાય થયા હતા.
પેરિસ 2024માં મહિલા બાસ્કેટબોલ સ્પર્ધા, 29 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે.
2024 મહિલા ઓલિમ્પિક બાસ્કેટબોલ ટુર્નામેન્ટ ટીમોની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન, નાઇજીરીયા, પ્યુઅર્ટો રિકો, સર્બિયા, સ્પેન, યુએસએ.
