કોલકાતા, નવી દિલ્હી,11 ફેબ્રુઆરી : બોલિવૂડ એક્ટર અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીની, હાલત હાલમાં સ્થિર છે. તેમની તબિયતમાં સુધારાના સમાચાર છે. શનિવારે સવારે છાતીમાં દુખાવો થતાં, કોલકાતાની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલ દ્વારા રવિવારે જારી કરાયેલા હેલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે,’ અભિનેતાની છાતીમાં દુખાવો દૂર થઈ ગયો છે.’
અભિનેતાના નજીકના લોકોના જણાવ્યા અનુસાર,’ કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં તેની સારવાર કરી રહેલા ડોકટરોની ટીમે, માહિતી આપી છે કે મિથુન ચક્રવર્તીની સ્થિતિ સ્થિર છે. મિથુને મેડિકલ તપાસ માટે, રચાયેલી ટીમના ડોક્ટરો સાથે વાતચીત કરી.’
સૂત્રોના જણાવ્યા મુજબ,’ એમઆરઆઈએ ઇસ્કેમિક સેરેબ્રોવેસ્ક્યુલર બ્લોકેજના લક્ષણો દર્શાવ્યા છે. જેનો સરળ શબ્દોમાં અર્થ થાય છે અવરોધ અથવા થ્રોમ્બસ અથવા લોહીના ગાંઠા દ્વારા, મગજ તરફ દોરી જતી ધમનીનું બંધ થવું.’ સૂત્રોએ જણાવ્યું કે,’ મેડિકલ ટીમમાં એરોમેડિસિન નિષ્ણાતો, કાર્ડિયોલોજિસ્ટ્સ અને ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટનો સમાવેશ થાય છે.’
સૂત્રોએ જણાવ્યું કે,’ અભિનેતા હળવો આહાર લઈ રહ્યા છે.’ આ પહેલા, મિથુનના પુત્ર મિમોહ ચક્રવર્તીએ, મીડિયાના એક વિભાગને કહ્યું હતું કે,” તેના પિતાને નિયમિત તપાસ માટે, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.” મિથુન કોલકાતામાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. જ્યારે શનિવારે સવારે 9.30 વાગ્યાની આસપાસ તેણે, અસ્વસ્થતાની ફરિયાદ કરવાનું શરૂ કર્યું, ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.
