કઠુઆ, નવી દિલ્હી, 30 જાન્યુઆરી : પોલીસને જિલ્લાના હીરાનગરના શેરપુર વિસ્તારમાં બઈ નાળા પાસે એક શંકાસ્પદ પોલિથીન બેગ મળી આવી છે. આ બેગમાંથી વિસ્ફોટક સામગ્રી મળી આવી છે.
પોલીસે જણાવ્યું કે, હીરાનગર પોલીસ સ્ટેશન હેઠળના આ વિસ્તારમાં મંગળવારે રાબેતા મુજબ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન શેરપુર તરફ જતા રોડ પર બઈ નાળા પાસે એક શંકાસ્પદ પોલીથીન બેગ મળી આવી હતી. ત્યારબાદ પોલીસે બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડને સ્થળ પર બોલાવી હતી. જ્યારે બેગની તપાસ કરવામાં આવી ત્યારે વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન હાથ ધરી છે.
