પટના, નવી દિલ્હી, 28 જાન્યુઆરી :- બિહારમાં સત્તારૂઢ જેડીયુ-આરજેડી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે આજે મુખ્યમંત્રી નીતિશ કુમારના રાજીનામાની જોરદાર ચર્ચા છે. એવી અટકળો છે કે, નીતીશ કુમાર સવારે 11 વાગ્યે ધારાસભ્ય દળની બેઠક બાદ રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કરી શકે છે અને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે બપોરે લગભગ 3 વાગ્યે, એલજેપી (રામ વિલાસ) પ્રમુખ ચિરાગ પાસવાન સાથે દિલ્હીથી પટના આવી રહ્યા છે. તેઓ રાત્રે 8 વાગ્યા સુધી અહીં રોકાય તેવી શક્યતા છે. આ ખેંચતાણ વચ્ચે આરજેડી નેતા તેજસ્વી યાદવે અખબારોમાં જાહેરાત આપી છે. આમાં તેમણે તેમના પક્ષ (સરકારના નહીં)ના કામની વિગતો આપી છે. જાહેરાતમાં જેડીયુ કે નીતીશ સરકારનો કોઈ ઉલ્લેખ નથી.
