નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિ.સ.) ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા, બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ સહિત અનેક ભારતીય રમતગમતની હસ્તીઓએ, માલદીવના મંત્રીઓ, રાજકારણીઓ અને અન્ય જાહેર વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી અપમાનજનક અને ‘ભારત વિરોધી’ ટિપ્પણીઓની ટીકા કરી છે.
રવિવારે પંડ્યાએ તેના એક્સ પર લખ્યું છે કે,” ભારત બાબતે, જે કહેવામાં આવી રહ્યું છે, તે સાંભળીને બહુજ દુઃખ થયું. આપણા ભવ્ય સમુદ્રી જીવન અને સુંદર સમુદ્રી તટોની સાથે, લક્ષદ્વીપ એક આદર્શ પર્યટન સ્થળ છે, અને નિશ્ચિતપણે આગામી રજાઓમાં હું ત્યાં જઈશ.”
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ પણ. લક્ષદ્વીપની અજોડ સુંદરતાના વખાણ કર્યા અને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મેં આખી દુનિયાની યાત્રા કરી છે, પરંતુ લક્ષદ્વીપની સુંદરતા બેજોડ છે. વડાપ્રધાન સરની પોસ્ટમાં, વાદળી પાણી અને સફેદ દરિયાકિનારાનો શાંત નજારો જુઓ. મારે જલ્દી જ, મારા પરિવાર સાથે ટ્રિપ પ્લાન કરવી જોઈએ. અમે બધા સમુદ્રના મોટા ચાહકો છીએ.
પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ, એવી એક્સ પર પોસ્ટ કર્યું છે,”કે ભલે તે ઉડુપીનો સમુદ્ર કિનારો હોય કે પોડી નો પેરેડાઇઝ બીચ, અંદામાનના નીલ અને હેવલોક, અમારા આખા દેશમાં ઘણા સુંદર સમુદ્ર કિનારાઓ છે.ઘણા અજ્ઞાત સ્થળો છે.”
આ પહેલા પણ, વેંકટેશ પ્રસાદ અને સુરેશ રૈના સહિતના ઘણા પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટરોએ, માલદીવમાં જાહેર વ્યક્તિઓ દ્વારા ભારત વિરુદ્ધ ‘જાતિવાદી’ ટિપ્પણીઓની ટીકા કરી હતી અને સાથી નાગરિકોને ભારતીય દરિયાકિનારાની સુંદરતા શોધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
સુરેશ રૈનાએ ભારતીયોને માલદીવની તિરસ્કાર સામે એક થવા અને ભારતીય ટાપુઓનું અન્વેષણ કરવા વિનંતી કરી. રૈનાએ કહ્યું કે,” માલદીવ તરફથી આવી ટીકા જોઈને તે નિરાશાજનક છે, ખાસ કરીને કારણ કે ભારત તેમની અર્થવ્યવસ્થા, કટોકટી વ્યવસ્થાપન અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઘણું યોગદાન આપે છે.” તેમણે કહ્યું કે,” હવે ભારતીય ટાપુઓ શોધવાનો સમય આવી ગયો છે.”
આપને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ 2 જાન્યુઆરીએ, કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને સ્નોર્કલિંગમાં હાથ અજમાવ્યા બાદ, એક ‘રોમાંચક અનુભવ’ સહિત અનેક તસવીરો શેર કરી હતી.
વડાપ્રધાન મોદીએ મંગળવારે અગતીમાં રૂ. 1,150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીનના નજીકના માનવામાં આવે છે, અને તેમણે ‘ઈન્ડિયા આઉટ’ની તર્જ પર ચૂંટણી પ્રચાર પણ ચલાવ્યો હતો. સત્તામાં આવ્યા પછી, તેમણે ઘણા પગલાં લીધા છે, જે ભારત-માલદીવ સંબંધોની દ્રષ્ટિએ બિનપરંપરાગત છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
