નવી દિલ્હી, 4 જાન્યુઆરી (હિ.સ.) ઉપાધ્યક્ષ જગદીપ ધનખડ, શનિવારે હિમાચલ પ્રદેશની મુલાકાત લેશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલયે મંગળવારે જણાવ્યું કે, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 6 જાન્યુઆરીએ, હિમાચલ પ્રદેશના હમીરપુરની મુલાકાત લેશે.
તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (એનઆઈટી), હમીરપુરની મુલાકાત લેશે, જ્યાં તેઓ વિકસિત ભારત@2047માં યુવાનોની ભૂમિકા વિષય પર વિદ્યાર્થીઓને સંબોધશે. હિમાચલ પ્રદેશમાં શિક્ષણની પહોંચ વધારવાની પહેલ “એક સે શ્રેષ્ઠ”ના 500મા કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ પણ હશે. આ પ્રસંગે ધનખડ, બાળકો સાથે સંવાદ સત્ર માં પણ ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ /સંજીવ / ડો. હિતેશ/માધવી
