સુરત, 27 ડિસેમ્બર(હિ. સ.)-કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના બરબોધન અને તેના ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે પદાધિકારીઓ અને વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન,પ્રધનામંત્રી આવાસ યોજના,ગંગા સહાય યોજના,ઉજ્જવાલા યોજના,પી.એમ કિસાન સન્માનનિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.
આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી આઈ.સી.ડી.એસ યોજનાઓના મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના બરબોધન ખાતે ૧૮ અને તેના ખાતે ૧૨ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. મિશન મંગલમ યોજના,પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ગંગા સહાય યોજના, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા. આ પ્રસંગે માજી ધારાસભ્યશ્રી ધનસુખભાઇ એન. પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી મોનાબેન નિમેષભાઇ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યશ્રી હિનાબેન પટેલ, વિસ્તરણ અધિકારીશ્રી (સહકાર) ઉમેશભાઇ પટેલ,સરપંચશ્રી બરબોધન દિક્ષાંતભાઇ પટેલ, THO શ્રી ડો. ચીરાગ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી નગીનભાઇ પટેલ, મેડિકલ ઓફિસરશ્રી ડો. હેમાંક્ષી દેસાઇ, પ્રા.આ.કે- દિહેણ, તેમજ તાલુકા પંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ, ICDSના મુખ્ય સેવિકા, આંગણવાડી કાયૅકર,આરોગ્ય સ્ટાફ તેમજ અન્ય વિભાગના અધિકારી, કર્મચારી ગણ, ગ્રામજનો, લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર/ યજુવેન્દ્ર દુબે/બિનોદ
