
સુરેન્દ્રનગર/અમદાવાદ,22 ડિસેમ્બર (હિ.સ.) સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં એક લગ્ન સમારંભમાં 30 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં હોસ્પિટલ ખસેડાયા, જેમાં 22 બાળકો સહિત 8 લોકોને ખોરાકી ઝેરની અસર થઈ છે.
ધ્રાંગધ્રામાં પુનિતનગર જોગાસર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન લગ્ન પ્રસંગમાં ભોજન બાદ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. 30 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ તમામ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
22 નાના બાળકો સહિત 8 લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. જ્યારે 2 બાળકોને તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા. ભોજન બાદ હળવદ પરત ફરેલા 8ને પણ અસર થઇ હતી. જેમને હળવદ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પાલિકા પ્રમુખ સહિત નગરપાલિકા સભ્યો સરકારી હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યારે હાલ તમામ દર્દીઓની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જો એડમિટ થયેલા દર્દીઓને અચાનક વધુ સારવારની જરૂર પડે તો તે માટે 108 સહિત પાલિકાની એમ્બયુલેન્સ સ્ટેન્ડ બાય રખાઈ છે.
હિન્દુસ્થાન સમાચાર//માધવી
