
નવી દિલ્હી , 16 ડિસેમ્બર(હિ. સ.) પ્રખ્યાત ગાયક અને સંગીતકાર અનુપ ઘોષાલનું શુક્રવારે નિધન થયું. તેઓ 77 વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. અનૂપના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનૂપ ઘોષાલે 15 ડિસેમ્બરે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા હતા. અનૂપના અવસાનથી તેના પરિવાર અને ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. હિન્દી સિનેમાના પ્રખ્યાત ગાયકોની યાદીમાં અનૂપ ઘોષાલનું નામ હંમેશા સામેલ કરવામાં આવશે. અનુપ, ખાસ કરીને તેની 1983ની ફિલ્મ માસૂમ માટે જાણીતા છે, જેમાં અભિનેતા નસીરુદ્દીન શાહ અને અભિનેત્રી શબાના આઝમી હતા. આ ફિલ્મ માટે તેમને હંમેશા યાદ કરવામાં આવશે.
અનૂપે ફિલ્મના ગીત તુઝસે નારાજ નહીં જીંદગી… ને પોતાનો જાદુઈ અવાજ આપ્યો. અનૂપ ઘોષાલનું આ ગીત આજે પણ ચાહકોના દિલની નજીક છે. અનૂપ ઘોષાલ રાજકારણમાં પણ સક્રિય હતા. 2011 માં, અનુપ કોંગ્રેસ વતી પશ્ચિમ બંગાળના ઉત્તરપારા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ, અનુપ ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. અનૂપ ઘોષાલને બે દીકરીઓ છે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/દધીબલ / ડો. હિતેશ
