નવી દિલ્હી, 11 ડિસેમ્બર (હિ.સ.) કોંગ્રેસનું રોકડ કૌભાંડ, સોમવારે સંસદ સંકુલમાં પણ ફરી વળ્યું હતું. આઈટી ના દરોડામાં કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ સાથે જોડાયેલા પરિસરમાંથી 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી છે. આ મુદ્દે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીના સાંસદો સાથે સોમવારે સંસદ પરિસરમાં કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ માર્ચ કાઢી હતી. આ દરમિયાન કોંગ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ આ રોકડ કૌભાંડ પર, કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે. તેમજ તમામ સાંસદોએ માંગ કરી હતી કે, કોંગ્રેસ આ ભ્રષ્ટાચાર અંગે નિવેદન આપે. કોંગ્રેસ જણાવે કે, 300 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા. કોંગ્રેસે જનતા સમક્ષ જવાબ આપવો જોઈએ. પરંતુ કોંગ્રેસનું મૌન સ્પષ્ટપણે દર્શાવે છે કે, તે ભ્રષ્ટાચારનો પર્યાય છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયલક્ષ્મી / મુકુંદ / ડો. હિતેશ / માધવી
