
નવી દિલ્હી, 09 ડિસેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, આજે (શનિવાર) સવારે 11:30 વાગ્યે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. હરિયાણાના ગુરુગ્રામ જિલ્લાના સોહનામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બીજેપી ના એક્સ હેન્ડલ પર આ માહિતી આપવામાં આવી છે.
બીજેપીના એક્સ હેન્ડલ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા ગુરુગ્રામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ ગામ ઘામડોજ (સોહના), ગુરુગ્રામમાં યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર/મુકુંદ / ડો. હિતેશ
