મેડ્રિડ, નવી દિલ્હી, 20 નવેમ્બર (હિ.સ.) યુરોપિયન ચેમ્પિયનશિપ ક્વોલિફાઇંગ અભિયાનમાં સ્પેને, જ્યોર્જિયાને 3-1 થી હરાવ્યું. જોકે, પ્રથમ હાફમાં ટીમના યુવા મિડફિલ્ડર ગાવીને, ઘૂંટણમાં ઈજા થઈ હતી, જે ગંભીર હોવાનું કહેવાય છે.
સ્પેનના કોચ લુઈસ ડે લા ફુએન્ટે, ગુરુવારે સાયપ્રસ સામે 3-1 થી જીત નોંધાવનારી ટીમમાં, થોડા ફેરફારો કર્યા. જેમાં રોડ્રી, અલ્વારો મોરાટા, ડેની કાર્વાજલ અને ઉનાઈ સાઈમન જેવા ખેલાડીઓને સામેલ કર્યા.
સ્પેને મેચની શરૂઆત આક્રમક રીતે કરી હતી. રોબિન લે નોર્મેન્ડે મેચની ચોથી મિનિટે ફેરન ટોરેસની ફ્રી-કિક પર, હેડર દ્વારા ગોળ કરીને ટીમનું ખાતું ખોલાવ્યું હતું. જોકે, 6 મિનિટ બાદ મેચની 10મી મિનિટે ખવિચા વારાટસખેલિયાએ ગોલ કરીને, જ્યોર્જિયાને 1-1ની બરાબરી અપાવી હતી.
આ પછી, બંને ટીમોને ગોલ કરવાની ઘણી તક મળી, પરંતુ કોઈ પણ ટીમ ગોલ કરવામાં સફળ રહી ન હતી. હાફ ટાઈમ સુધી બંને ટીમો 1-1ની બરાબરી પર હતી.
મધ્યાંતર બાદ મેચની 55મી મિનિટે, ફેરન ટોરેસે સ્પેનને 2-1થી લીડ અપાવી હતી અને અંતે આ સ્કોર નિર્ણાયક સાબિત થયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
