
જેરુસલેમ, નવી દિલ્હી, 13 નવેમ્બર (હિ.સ.). ઇઝરાયલ-હમાસ સંઘર્ષને કારણે 7 ઓક્ટોબરે સ્થગિત કરાયેલી ઇઝરાયલ બાસ્કેટબોલ સુપર લીગ, 25 નવેમ્બરથી ફરી શરૂ થશે.
ઇઝરાયલી બાસ્કેટબોલ સુપર લીગ એડમિનિસ્ટ્રેશન (બીએસએલ) દ્વારા રવિવારે આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલના હોમ ફ્રન્ટ કમાન્ડની અપડેટ સૂચનાઓને કારણે તે અશક્ય નહિ હોય તો, ટીમોના હોમ ગ્રાઉન્ડ પર રમતો યોજવામાં આવશે.
સુરક્ષાની સ્થિતિને કારણે, બીએસએલ એ પણ નિર્ણય લીધો કે, સમગ્ર સિઝન દરમિયાન વિદેશી ખેલાડીઓના સ્થાનાંતરણની સંખ્યા પર કોઈ મર્યાદા રહેશે નહીં.
તમને જણાવી દઈએ કે, યુદ્ધના કારણે ઘણા વિદેશી ખેલાડીઓએ પોતાની ઈઝરાયેલ ટીમ છોડી દીધી છે.
હિન્દુસ્થાન સમાચાર/સુનીલ / માધવી
