નવી દિલ્હી, 10 નવેમ્બર (હિ. સ.) બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી, હંમેશા સમાચારોમાં રહે છે. આ દરમિયાન એક સમાચાર આવ્યા કે, અનુષ્કા બીજી વખત ગર્ભવતી છે. આ સમાચાર પર હજુ સુધી વિરાટ કે અનુષ્કાએ કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. અભિનેત્રી બીજી વખત ગર્ભવતી હોવાની ચર્ચાઓ વચ્ચે, બેંગલુરુની એક હોટલમાં બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનો આ વીડિયો, ઈન્સ્ટાગ્રામ પર પાપારાઝી પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં વિરાટ કોહલી, તેની પત્નીનો હાથ પકડી રહ્યો છે અને અનુષ્કા તેના બેબી બમ્પ સાથે ચાલતી જોવા મળી રહી છે. વીડિયો વાયરલ થયા બાદ તેમના ચાહકોએ કપલના વખાણ કરવાનું શરૂ કરી દીધું હતું.
આ વાયરલ વીડિયોમાં અનુષ્કા શર્માએ, બ્લેક શિફલી ડ્રેસ પહેર્યો છે. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં, નેટીઝન્સે કોમેન્ટ કરી કે ‘…તેથી અનુષ્કા વર્લ્ડ કપ મેચ જોવા નથી આવી રહી, અનુષ્કા 100% પ્રેગ્નેન્ટ છે’, ‘બંને એકસાથે ખૂબ જ સુંદર લાગે છે’, ‘અનુષ્કા-વિરાટને શુભેચ્છા’ અને તમને તમારા બીજા બાળક માટે સર્વશ્રેષ્ઠ છો જેવી ઘણી ટિપ્પણીઓ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં લગ્ન કર્યા હતા. આ પછી અભિનેત્રીએ 2021 માં વામિકાને જન્મ આપ્યો. આ બંનેએ હજુ સુધી મીડિયાને વામિકનો ચહેરો બતાવ્યો નથી. દંપતીએ પાપારાઝીને વિનંતી કરી કે, તેઓ તેમની પુત્રીના જન્મ પછી તેની તસવીરો ન ખેંચે. દરમિયાન, વિરાટ અને અનુષ્કા બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે, તેથી વિરુષ્કાના ચાહકોમાં, ખુશીનો માહોલ છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્રા / સુનીલ / માધવી
