નવી દિલ્હી, 20 ઓકટોબર(હિ. સ.) લોકેશ કંકરાજ દ્વારા દિગ્દર્શિત લોકપ્રિય અને બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લિયો’ 19મી ઑક્ટોબરના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. થલપથી વિજયની આ ફિલ્મ કેટલાક દર્શકોને નિસ્તેજ લાગી હતી, જ્યારે કેટલાકને ગમી હતી. હવે પહેલા દિવસે બોક્સ ઓફિસની કમાણી જાહેર થઈ ગઈ છે.
ફિલ્મ ‘લિયો’એ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી છે. સેકનિલ્ક દ્વારા આપવામાં આવેલા મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 63 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મના તમિલ વર્ઝને 30 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે કેરળમાં 11 કરોડ રૂપિયા, કન્નડમાં 14 કરોડ રૂપિયા, આંધ્ર અને તેલંગાણામાં 15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 140 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
લિયો ફિલ્મની કમાણી બોલીવુડની ફિલ્મો કરતા ઓછી છે. અભિનેતા શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’એ પહેલા દિવસે 75 કરોડની કમાણી કરી હતી. હવે લીયો એ 63 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પછી ‘પઠાણ’એ 57 કરોડ રૂપિયાની કમાણી કરી. આથી શાહરૂખ ની જવાન ફિલ્મ, પહેલા દિવસની કમાણીના મામલે વધુ સારી રહી છે.
ફિલ્મ ટ્રેડ વિશ્લેષક મનોબાલા વિજયબાલને ટ્વીટ કર્યું હતું કે, ફિલ્મ લીઓ પાયરસીનો ભોગ બની છે. આ ફિલ્મ ઉચ્ચ ગુણવત્તામાં લીક થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેના લીક થવાથી ફિલ્મની કમાણી પર અસર પડશે.
હિન્દુસ્થાન સમાચાર/લોકેશ ચંદ્ર/સંજીવ / માધવી
