મુંબઈ, નવી દિલ્હી, 19 ઓક્ટોબર . આવકવેરા વિભાગની ટીમે, ગુરુવારે સવારથી પુણે જિલ્લાના ઘણા વિસ્તારોમાં સ્થિત જ્વેલર્સ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, આવકવેરા વિભાગે દરોડાની સત્તાવાર વિગતો આપી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે, આજે સવારથી જ 40 વાહનોમાં અધિકારીઓની એક ટીમ પુણેના હડપસર, મગરપટ્ટા અને બાનેર વિસ્તારમાં જ્વેલર્સના ઘર અને ઓફિસો પર પહોંચી ગઈ છે. આ પછી, આવકવેરા વિભાગની ટીમે સ્થળ પર તમામ કર્મચારીઓ અને જ્વેલર્સના મોબાઈલ ફોન જપ્ત કર્યા. કરચોરીના કેસમાં આ સર્ચ કરવામાં આવી રહ્યું છે. આવકવેરાની ટીમ અહીં પેપરો તપાસી રહી છે.
