નવી દિલ્હી, 27 નવેમ્બર (હિ.સ.) ઓસ્ટ્રેલિયન બોલિંગ ઓલરાઉન્ડર જેસ જોનાસન ઈજાને
કારણે મહિલા પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ) 2026 ની
હરાજીમાંથી ખસી ગઈ છે.
ગુરુવારે હરાજી પહેલાની બ્રીફિંગ દરમિયાન ખેલાડીની ગેરહાજરી
જાહેર કરવામાં આવી હતી. ડાબા હાથની સ્પિનરને ડબ્લ્યુપીએલ 2023 ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સ દ્વારા, તેના મૂળ ભાવ ₹50
લાખમાં ખરીદવામાં આવી હતી. ત્યારથી, તેણીએ ટીમ માટે
24 મેચ રમી છે, જેમાં 295 રન બનાવ્યા છે અને 33 વિકેટ લીધી છે.
જોનાસ,ન દિલ્હી કેપિટલ્સ ટીમની મુખ્ય સભ્ય રહી છે.જેણે છેલ્લા ત્રણ સીઝનમાં ફ્રેન્ચાઇઝીને ડબ્લ્યુપીએલફાઇનલમાં પહોંચવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
પાંચ વખતની ટી-20 વર્લ્ડ કપ વિજેતા જેસ જોનાસન, ઓસ્ટ્રેલિયા
માટે તમામ ફોર્મેટમાં 200 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ
