કાબુલ, નવી દિલ્હી, 2 જાન્યુઆરી (હિ.સ.) અફઘાનિસ્તાન પુરૂષ ક્રિકેટ ટીમ સાથે સફળ કાર્યકાળ બાદ, પૂર્વ ઇંગ્લેન્ડના બેટ્સમેન જોનાથન ટ્રોટનો મુખ્ય કોચ તરીકેનો કરાર, એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. તેમનો 18 મહિનાનો કાર્યકાળ 2023માં સમાપ્ત થયો હતો પરંતુ એસીબીએ તેમને 2024 સુધી જાળવી રાખવાનું પસંદ કર્યું છે.
ટ્રોટે તે અભિયાન પછી ઇએસપીએનક્રિકઈંફો સાથે વાત કરી, જ્યાં અફઘાનિસ્તાને માત્ર એક જીત સાથે વર્લ્ડ કપ ક્રિકેટમાં પ્રગતિ કરી અને ટૂર્નામેન્ટના અંત સુધીમાં તે સંખ્યા વધારીને પાંચ થઈ. મેં અત્યાર સુધી તેમની સાથે મારા સમયનો સંપૂર્ણ આનંદ માણ્યો છે. આ વર્લ્ડ કપમાં અમને જે સફળતા મળી છે તેના પર નિર્માણ કરવું તે ખૂબ જ સરસ રહેશે. એમ તેણે કહ્યું.
અફઘાનિસ્તાન હાલમાં યુએઈ સામે ત્રણ મેચની ટી-20 શ્રેણી રમી રહ્યું છે. જ્યાં સ્કોર લાઇન 1-1 થી બરાબર છે. ત્યારપછી તેઓ વેસ્ટ ઈન્ડિઝ અને જૂનમાં યુએસએમાં ટી-20 વર્લ્ડ કપની તૈયારી માટે જાન્યુઆરીમાં ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ભારત સાથે રમશે.
આપને જણાવી દઈએ કે, ટ્રોટનો ઈંગ્લેન્ડ સાથે સારો સમય પસાર થયો હતો, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં જ્યાં તેણે 52 મેચોમાં 3835 રન બનાવ્યા હતા અને 2010-11માં તેમની એશિઝ જીતના સ્તંભોમાંથી એક હતો
ટ્રોટે વન ડે ક્રિકેટમાં ચાર સદી અને 22 અર્ધસદી સાથે 51ની સરેરાશથી 2819 રન બનાવ્યા હતા. જો કે, તેની કારકિર્દીના અંતમાં, તેની રમતની તીવ્રતાએ તેના પર અસર કરી અને તેને 2013-14માં ક્રિકેટમાંથી વિરામની જરૂર પડી. ટ્રોટ આખરે 2015 માં ઇંગ્લેન્ડની ફરજમાંથી નિવૃત્ત થયો.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
