કમ્પાલા, નવી દિલ્હી, યુગાન્ડાની મહિલા બેડમિન્ટન ટીમના મુખ્ય કોચ વિલિયમ કાબિંદીએ કહ્યું છે કે,” તેઓ ખુશ છે કે તેમની ટીમ 2024 ઉબેર કપના ગ્રુપ સ્ટેજમાં, યજમાન ચીનનો સામનો કરશે નહીં.” ચીન 28 એપ્રિલથી 5 મે, 2024 સુધી, ચેંગદુમાં 2024 થોમસ અને ઉબેર કપનું આયોજન કરશે.
દ્વિવાર્ષિક ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશીપમાં, બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) મેમ્બર એસોસિએશનોની પુરુષોની (થોમસ કપ) અને મહિલા (ઉબેર કપ) ટીમો ભાગ લેશે.
બેડમિન્ટન વર્લ્ડ ઓર્ગેનાઈઝેશન દ્વારા, ઉબેર કપ માટે બહાર પાડવામાં આવેલા ડ્રોમાં યુગાન્ડાને ગ્રુપ સીમાં રાખવામાં આવ્યું છે. જેમાં જાપાન, ઈન્ડોનેશિયા અને હોંગકોંગ, ચીન પણ સામેલ છે.
યુગાન્ડાના કોચ વિલિયમ કાબિન્દીએ રવિવારે શિન્હુઆ દ્વારા જણાવ્યું હતું કે, ઘરેલુ ટીમ સાથે રમવું હંમેશા સરળ નથી હોતું અને ચીન પાસે ખૂબ જ મજબૂત ટીમ છે. મને ખુશી છે કે અમે ગ્રુપ સ્ટેજમાં તેમનો સામનો નહીં કરીએ.
કોચે સમજાવ્યું કે,’ જો કે તે તેમના માટે સરળ નહીં હોય કારણ કે તેઓ ખૂબ જ અનુભવી ટીમોનો, સામનો કરશે. તેમના ખેલાડીઓ સખત મહેનત કરી રહ્યા છે અને અનુભવ મેળવવા માટે, ફ્રાન્સ, સ્પેન અને નેધરલેન્ડ જેવી યુરોપની કેટલીક ટોચની ટુર્નામેન્ટમાં રમી રહ્યા છે.’
અમે સારી તૈયારી કરી રહ્યા છીએ, અને ઉબેર કપ દરમિયાન સારો પડકાર આપવાનો પ્રયત્ન કરીશું, કાબિંદીએ કહ્યું.
રેકોર્ડ 15 વખત વિજેતા, યજમાન ચીનને ભારત, કેનેડા અને સિંગાપોર સાથે ગ્રુપ એમાં રાખવામાં આવ્યું છે.
ઉબેર કપમાં ભાગ લેનારી અન્ય ટીમોમાં, થાઈલેન્ડ, ચાઈનીઝ તાઈપે, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, ડેનમાર્ક, યુનાઈટેડ સ્ટેટ્સ અને મેક્સિકોનો સમાવેશ થાય છે.
આફ્રિકન ખંડ માટે શરૂઆતમાં ક્વોલિફાય કરનાર, દક્ષિણ આફ્રિકા પછી ઉબેર કપમાં ભાગ લેનાર યુગાન્ડાની આ પ્રથમ વખત હશે. યુગાન્ડા કેટલીક પ્રેરણા સાથે ઉબેર કપમાં જશે. કારણ કે તેના ખેલાડીઓ હુસૈના કોબુગાબે અને ગ્લેડીસ મબાબાઝીએ, યુગ્લ્સમાં સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. જ્યારે કોબુગાબે અને ફાદિલા શમિકાએ ઘાનામાં, તાજેતરની આફ્રિકન ગેમ્સમાં એકલમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
