નિંગબો, નવી દિલ્હી, ચીને શુક્રવારે અહીં બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશીપમાં સેમિફાઇનલમાં સ્થાન મેળવીને, તેના ચાર શટલરો સાથે મહિલા એકલનો સુવર્ણ ચંદ્રક સુનિશ્ચિત કર્યો.
પાંચમી ક્રમાંકિત હી બિંગજિયાઓએ, ટોચના ક્રમાંકિત દક્ષિણ કોરિયાના એન સે-યંગ સામે 21-17, 21-18 થી, સખત જીત નોંધાવી હતી. હવે તેણીનો મુકાબલો દેશબંધુ વાંગ ઝીયી સાથે થશે. જેણે જાપાનની આયા ઓહોરીને 15-21, 21-12, 21-11થી હાર આપી હતી.
ઓલિમ્પિક ચેમ્પિયન, ચેન યુફેઈ અન્ય મહિલા એકલની સેમિફાઈનલમાં, હાન યુ સામે ટકરાશે. બીજી ક્રમાંકિત ચેને, ઈન્ડોનેશિયાની ગ્રેગોરિયા મારિસ્કા તુનજુંગને, 21-16, 21-19 થી હરાવી હતી. જ્યારે હાને જાપાનની અકાને યામાગુચી સામે, સીધી ગેમમાં જીત મેળવી હતી.
મહિલા યુગ્લ્સમાં ચીનની જોડી ચેન કિંગચેન/જિયા યીફાને, જાપાનની રેના મિયાઉરા/અયાકો સાકુરમોટોને, 21-10, 18-21, 21-19થી પરાજય આપ્યો હતો.
મિશ્ર ડબલ્સમાં, વિશ્વના નંબર વન ઝેંગ સિવેઇ/ચીનના હુઆંગ યાકિયોંગે પણ શનિવારે. હોંગકોંગના તાંગ ચુન-મેન/ત્સે યિંગ-સુએટને 21-11, 22-20થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
