હૈદરાબાદ, નવી દિલ્હી,26 નવેમ્બર (હિ.સ)
ગુજરાતના કેપ્ટન ઉર્વિલ પટેલે, અહીંના જીમખાના ગ્રાઉન્ડ ખાતે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીના
શરૂઆતના દિવસે ધમાકેદાર ઇનિંગ રમી, 31 બોલમાં સદી ફટકારી. તેણે પોતાની ઇનિંગમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.
પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા, સર્વિસિસે 182/9 નો સ્કોર
બનાવ્યો. જવાબમાં, ગુજરાતના ઓપનર્સ
ઉર્વિલ અને આર્ય દેસાઇએ શરૂઆતથી જ સર્વિસિસના બોલરો પર હુમલો કર્યો. સાથે મળીને, તેઓએ 174 રનની ઓપનિંગ
ભાગીદારી સાથે લક્ષ્યને સરળ બનાવ્યું. ઉર્વિલ પટેલ 37 બોલમાં અણનમ 199 રન બનાવીને પાછો ફર્યો, જેમાં 12 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ
થાય છે.
આઈપીએલ 2025 માટે ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા રિટેન કરાયેલ ઉર્વિલ પટેલ
તેના સ્ટ્રાઇક રેટ માટે હેડલાઇન્સમાં ચમક્યો. ત્રણ ઇનિંગ્સમાં – જેમાંથી એકમાં બે
બોલમાં ડક આઉટનો સમાવેશ થતો હતો – તેણે 200 થી વધુના સ્ટ્રાઇક રેટથી 68 રન બનાવ્યા.
રસપ્રદ વાત એ છે કે, ઉર્વિલ પટેલ, જેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024-25માં, છ ઇનિંગ્સમાં
29 છગ્ગા ફટકાર્યા
હતા અને 28 બોલમાં સંયુક્ત
રીતે બીજા ક્રમની સૌથી ઝડપી ટી-20 સદી ફટકારી હતી, તે 2025
આઈપીએલ મેગા
ઓક્શનમાં વેચાયો ન હતો. બાદમાં તેને વંશ બેદીના સ્થાને ટીમમાં ઉમેરવામાં આવ્યો.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ
