મેડ્રિડ, નવી દિલ્હી, 04 જાન્યુઆરી (હિ.સ.) રીઅલ મેડ્રિડ બુધવારે રાત્રે, ઘરઆંગણે મલ્લોર્કા સામે 1-0 થી સખત લડાઈ જીત્યા બાદ, 48 પોઈન્ટ સાથે લા લીગામાં ટોચ પર પહોંચી ગયું છે.
એન્ટોનિયો રુડિગરે 78મી મિનિટે લુકા મોડ્રિકના કોર્નર પાસ પરથી, હેડર કરીને મેડ્રિડને પોઈન્ટ અપાવ્યા હતા.
એટ્લેટિકો મેડ્રિડ સામે ઘરઆંગણે 4-3 થી અવિશ્વસનીય જીત મેળવ્યા બાદ ગિરોના પોઈન્ટ પર સમાન છે. એટ્લેટિકો માટે અલ્વારો મોરાટાએ શાનદાર હેટ્રિક ફટકારી હતી.
ગિરોનાએ મેચની ત્રીજી મિનિટે, વાલેરી ફર્નાન્ડીઝના ગોલથી શાનદાર શરૂઆત કરી હતી. પરંતુ મોરાટાએ 14 મિનિટ પછી, ઓફસાઇડ ટ્રેપ તોડીને એટલાટિકો માટે બરાબરી કરી હતી. આ પછી સાવિયોએ 26 મી મિનિટે, ગોલ કરીને ગિરોનાને 2-1 થી આગળ કર્યું. ડેલી બ્લાઈન્ડે 38 મી મિનિટે, શાનદાર ગોલ કરીને સ્કોર 3-1 થી ગિરાનાની તરફેણમાં કર્યો હતો.
મોરાટાએ 43 મી મિનિટે, વ્યક્તિગત ગોલ કરીને એટ્લેટિકોને મેચમાં પાછું લાવ્યું અને પછી 53 મી મિનિટે તેની હેટ્રિક પૂરી કરીને સ્કોર 3-3 કર્યો.
એટ્લેટિકોની જીતની શક્યતા વધુ દેખાતી હતી, પરંતુ ઇવાન માર્ટિને વધારાના સમયમાં શાનદાર ગોલ કરીને, ગિરોનાને 4-3 થી વિજય અપાવ્યો હતો.
ગુરુવારે રાત્રે, સેવિલા એથ્લેટિક બિલબાઓનો સામનો કરશે, ઓસાસુનાનો સામનો અલ્મેરિયા સાથે થશે અને એફસી બાર્સેલોનાનો સામનો, લાસ પાલમાસ સાથે થશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનીલ / માધવી
