નવી દિલ્હી, 24 ડિસેમ્બર (હિ.સ.) કેન્દ્રીય રમત મંત્રાલયે નવા રચાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબ્લ્યુએફઆઈ)ને સસ્પેન્ડ કરી દીધું છે. આ નિર્ણયથી સંજય સિંહ ડબ્લ્યુએફઆઈના પ્રમુખ તરીકે રહી શકશે નહીં. પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ સંજય સિંહે લીધેલા, તમામ નિર્ણયો પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
સંજય સિંહ તાજેતરમાં ડબ્લ્યુએફઆઈ ના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તેમને 40 મત મળ્યા હતા. પ્રમુખ તરીકે ચૂંટાયા પછી, સંજય સિંહે જાહેરાત કરી કે, અન્ડર-15 અને અન્ડર-20 રાષ્ટ્રીય સ્પર્ધાઓ, ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં યોજાશે.
માનવામાં આવી રહ્યું છે કે,’ આ નિર્ણયના કારણે, કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું છે.’
કેન્દ્રીય રમતગમત મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે,’ ડબ્લ્યુએફઆઈની નવી ચૂંટાયેલી કાર્યકારી સંસ્થા દ્વારા, લેવામાં આવેલા નિર્ણયો સંપૂર્ણપણે નિયમોની વિરુદ્ધ છે અને ડબ્લ્યુએફઆઈ અને રાષ્ટ્રીય રમત વિકાસ સંહિતાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરે છે. આ નિર્ણયો નવા પ્રમુખની મનસ્વીતા દર્શાવે છે. જે સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને પારદર્શિતાનો અભાવ છે. વાજબી રમત, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે નિયમોનું પાલન મહત્વનું છે. રમતવીરો, હિતધારકો અને જનતા વચ્ચે વિશ્વાસ કેળવવો મહત્વપૂર્ણ છે.’
સંજય સિંહ ડબ્લ્યુએફઆઈ ના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા. સંજય સિંહ ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના માનવામાં આવે છે. જેમના પર યૌન ઉત્પીડનનો આરોપ છે. સંજય સિંહને ચૂંટણીમાં, સૌથી વધુ મત મળ્યા હતા અને તેને રાષ્ટ્રીય મહાસંઘ પર આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણના, પરોક્ષ નિયંત્રણ તરીકે જોવામાં આવ્યું હતું. સંજય સિંહના પ્રમુખ બન્યા બાદ, રેસલર સાક્ષી મલિકે કુસ્તી છોડવાની જાહેરાત કરી હતી. તેમના પછી બજરંગ પુનિયાએ, પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી.
હિન્દુસ્થાન સમાચાર / વીરેન્દ્ર / પવન / માધવી
